હળવદના કીડી ગામે વાડીની ઓરડીમાં જુગારધામ : છ ઈસમો ૫૬,૬૦૦ ની રોકડ સાથે ઝડપાયા

            હળવદ તાલુકાના કીડી ગામમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૬,૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

            હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કીડી ગામની સીમમાં આરોપી રણજીતસિંહ અજીતસિંહ ઝાલાની વાડીએ આવેલ ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર સાધનો પુરા પાડી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ઓરડીમાં જુગાર રમતા રણજીતસિંહ અજીતસિંહ ઝાલા, લખનસિંહ બટુકસિંહ ઝાલા, રમેશ બચુભાઈ મહાલીયા, રાણાભાઇ વિરમભાઇ ઉધરેજા, દશરથસિંહ મનહરસિંહ ઝાલા અને મુકેશ જાદવજી ફૂલતરીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૫૬,૬૦૦ જપ્ત કરી છે

Leave A Reply

Your email address will not be published.