



હળવદનો શક્તિ સાગર (બ્રાહ્મણી ૨) ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે જેથી ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલવામાં આવ્યો છે અને નવ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી ૨) ડેમ ગત રાત્રીના જ ૯૦ ટકા ભરાઈ ગયો હતો અને આજે સવારે ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે અને પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થઇ હોવાથી ડેમનો એક દરવાજો ૩ ઇંચ ખોલવામાં આવ્યો છે
જેથી નીચાણમાં આવતા ગામો જેવા કે સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ એમ નવ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા તેમજ ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા સુચના આપવામાં આવી છે