મોરબી મત્સ્યઉદ્યોગના લાંચિયા અધિકારીને રાજકોટમાં રૂ ૫૦ હજારની લાંચ લેતા એસીબી ટીમે રંગેહાથ ઝડપી લીધો

 

મોરબીના મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીએ ૧ લાખની લાંચની માંગણી કરી હતી અને રૂ ૫૦ હજારની લાંચ લેતા રાજકોટમાં એસીબીની ટ્રેપમાં લાંચીયો અધિકારી આબાદ ઝડપાયો હતો એસીબી ટીમે લાંચિયા અધિકારીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

એક જાગૃત નાગરિકે એસીબી ટીમમાં ફરિયાદ કરી હતી કે તેને ચાલુ વર્ષે મત્સ્યોદ્યોગ ખાતામાં ટેન્ડરો ભર્યા હતા જે પૈકી ત્રણ ટેન્ડરો લાગ્યા હતા અને ચાર ટેન્ડર રીજેક્ટ થયા હતા જેથી લાગેલા ટેન્ડરના વર્ક ઓર્ડર અને રીજેક્ટ થયેલા ટેન્ડરના ડીમાંડ ડ્રાફ્ટ પાછા આપવાની અવેજીમાં આરોપી અધિકારીએ રૂ ૧ લાખની લાંચની માંગણી કરી હતી અને રકઝકને અંતે રૂ ૫૦,૦૦૦ આપવાનું નક્કી થયું હતું જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોવાથી ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી

 

જેથી ભાવનગર એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં લાંચના છટકા દરમિયાન આરોપી અધિકારીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને પાંચની રકમ રૂ ૫૦,૦૦૦ માંગણી કરી હતી અને રાજકોટના હોસ્પિટલ ચોકથી આગળ કસ્તુરબા રોડ, એસબીઆઈ બેંક નજીક લાંચની રકમ રૂ ૫૦,૦૦૦ સ્વીકારવા આવતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો

 

જે કામગીરીમાં ટ્રેપિંગ અધિકારી ભાવનગર એસીબી પીઆઈ આઈ જે ગીડા હતા અને એસીબી પીઆઈ ટી એસ રીઝવી અને ભાવનગર એસીબી પોલીસ સ્ટેશન અને અમરેલી એસીબી સ્ટાફ મદદમાં હતો સમગ્ર ઓપરેશન ભાવનગર એકમ એસીબી મદદનીશ નિયામક એસ એન બારોટના સુપરવિઝન હેઠળ કરવામાં આવ્યું હતું અને ઇન્ચાર્જ અધિકારી તરીકે રાજકોટ એસીબી નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.