વાંકાનેરના પચ્ચીસ વારિયા વિસ્તારમાં જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેરનાં પચ્ચીસ વારિયા ઈંટોના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, વાંકાનેરના પચ્ચીસ વારીયા ઈટોના ભઠ્ઠા પાસે ધર્મેશ કાનજીભાઈ સરવૈયા અને રાહુલ ઉર્ફે મુનાભાઈ રાજુભાઈ પરીયા નામના શખ્સો પચ્ચીસ વારિયા ઈંટોના ભઠ્ઠા પાસે બેસીને ચકલા-પોપટનો નસીબ આધારિત જુગાર જાહેરમાં રમી અને રમાડી રહ્યા હતા. પોલીસે દરોડો પાડીને કુલ રૂપિયા ૧,૦૫૦ ની રોકડ રકમ અને જુગારનું બેનર કબજે કરી બંને આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.