માળિયાની ભીમસર ચોકડી નજીક ટ્રેલરમાંથી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

માળિયાની ભીમસર ચોકડી નજીકથી ટ્રેલરમાંથી વિદેશી દારૂના જથ્થા અસ્થે બે શખ્સોને મોરબી એલસીબી ટીમે ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સામખીયાળી તરફથી એક ટ્રેલર આર જે ૩૨ જીડી ૨૫૪૪ મોરબી તરફ આવનાર છે જે ટ્રેલરના પાછળના ભાગે તાલપત્રી બાંધેલ છે તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમીના આધારે વોચ ગોઠવતા માળિયાની ભીમસર ચોકડી નજીક આવેલ ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પાસે ટ્રેલર પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૫૬ મળી આવતા દારૂનો મુદામાલ અને ટ્રેલર એમ કુલ મુદામાલ કીમત રૂ.૨૧૬૨૬૬૦ કબજે કરી ડ્રાઈવર સોહનસિંગ નંદુસિંગ રાવત એન ક્લીનર જસવંતસિંગ નેપાલસિંગ રાવતને ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.