મોરબીના વૃદ્ધાશ્રમના નિરાધાર વડીલોએ નવરાત્રીમાં ગરબાની મોજ માણી

 

શ્રી કાઠીયાવાડ બાલાશ્રમ રાજકોટ સંચાલિત મોરબી વૃદ્ધાશ્રમના વડીલોને નવરાત્રી પર્વને ધ્યાને લઈને સનાતન ગરબીની મોજ કરાવી હતી ચિરાગભાઈ ઉમેદભાઈ મણીયા અને યશ પ્રફુલભાઈ પરમાર “સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન” અને સનાતન નવરાત્રીના તમામ દાતાના સહયોગથી વૃદ્ધાશ્રમના માવતરોના હાથે આરતી કરાવી હતી અને બાદમાં ગીફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા માવતરો સાથે દાતાઓ પણ ગરબે ઘૂમી માં જગદંબાની આરાધના કરી હતી તેમ મોરબી વૃદ્ધાશ્રમના વ્યવસ્થા સ્થાપક કિરણબા વાઘેલા (મેનેજર) અને હેતલ મહેતાની યાદીમાં જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.