માળિયા જામનગર હાઈવે પરથી દારૂનો જથ્થો ઝડપાયો


માળિયા જામનગર હાઈવે પર માળિયા રેલ્વેર ફાટક પાસેથી કારમાંથી દેશી દારૂનો જથ્થો મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયા જામનગર હાઈવે પર માળિયા રેલ્વેર ફાટક પાસે આવતા સામેથી એક ફોર વહીલ કાર શંકાસ્પદ લાગતા ગાડીના ચાલકને હાથનો ઇસારો કરતા ઉભી રાખવા કહેતા કારના ચાલકે સાઈડમાં ઉભી રાખી નાશી ગયેલ હોય જે કારની તલાસી લેતા તેમાંથી દેશી દારૂ લીટર ૪૦૦ કીમત રૂ.૮૦,૦૦૦ મળી આવતા દારૂ અને કાર સહીત કુલ મુદામાલ કીમત રૂ.૩,૮૦,૦૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે