વાંકાનેરમાં જૂની અદાવતમાં કાર રોકી ધોકા, પાઈપ વડે યુવક પર હુમલો

વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી આવેશમાં આવેલા ૧૦ શખ્સોએ ફરિયાદી પર લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. ભોગ બનનારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા મોરબી અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર દેવભાઈ સુરેશભાઈ ચૌહાણએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના મિત્ર સાથે આરોપી રહીમ રાયધનને આશરે એક વર્ષ પહેલા માથાકૂટ થયેલ હોય તે વખતે આ કામના ફરીયાદી તેના મિત્રના ફેમીલીને મોરબી ખાતે મુકવા માટે ગયેલ હોય જે વાતનુ ફરીયાદી તથા આરોપી વચ્ચે મનદુ:ખ ચાલતુ હોય જેનો ખાર રાખી આ કામના આરોપીઓએ લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે ફરીયાદી તેના મિત્રો સાથે સ્વિફ્ટ કારમા બહાર ગામ જતા હોય ત્યારે મિલ પ્લોટ ફાટક નજીક આરોપી અકબર મુસા અને સોહિલ કટીયા તથા અજાણ્યા ઇસમ લોંખડના પાઇપ તથા લાકડા ધોકા સાથે મોટર સાયકલમા આવી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. ફરિયાદીના મિત્ર લખુભા ગઢવી ગાડીમાથી નિચે ઉતરતા લાકડા ધોકા વડે મુંઢમાર મારી તેમજ આરોપી સુમિત કોળી બોલેરો પીકપમાથી ઉતરી ગાડીના આગળના ભાગે ધોકો મારી તોડફોડ કરી હતી.

ફરિયાદી કાર લઇ ભાગવા જતા આરોપી રહીમ રાયધન દ્વારા પોતાનુ બાઇક વચ્ચે આડુ નાખી કાર રોકવા અવરોધ કરી તથા અન્ય એક અજાણ્યા ઇસમે લોંખડનો પાઇપ કારમાં મારેલ તથા કાર લઇ આગળ જતા અન્ય એક અજાણ્યા ઇસમે છુટ્ટો પથ્થરનો ઘા કારમાં મારેલ. છતાં ફરીયાદીએ કાર રોકેલ નહી અને ભાગી જઇ કરણ ગઢવી અને લખુભા ગઢવીના ઘરમા કાર મુકી ઘુસી જતા આરોપી રહીમ રાયધન, અકબર મુસા, સોહીલ કટીયા, સુમીત કોળી અને મોયનો ત્યા આવી ઘરમા ઘુસી મનફાવે તેવી ગાળો આપી ફરીયાદીને ઘરમાથી બહાર કાઢી આરોપી સુમીત કોળીએ ફરીયાદીના માથાના ભાગે ધોકો મારી તથા અન્ય આરોપીઓએ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે હાથ તથા પગના ભાગે જેમ ફાવે તેમ માર મારી બાદ આરોપી ચંકીળો ઉર્ફે ખાનભાઇ ફરિયાદીને વીશીપરા તાલુકા શાળા પાસે લઇ જઇ આરોપી રમજાન કટીયા સાથે મળી ઢીકાપાટુનો માર મારેલ તથા અન્ય આરોપીઓએ પણ ત્યાં આવી ફરિયાદીને માર મારેલ. ફરિયાદીના માથાના ભાગે સામાન્ય ઇજા કરી તથા ડાબા હાથની કોણીમાં તથા કોણીથી નીચેના ભાગે તથા ડાબા પગે ઘુટણે તથા સાથળના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજાઓ કરી તથા સીફટ કારમાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.