

મોરબી જીલ્લા પોલીસ દ્વારા મહિલા અને બાળાઓને સુરક્ષા સોસાયટી હેઠળ સ્વ રક્ષણની તાલીમ આપવા માટે ૧૫ દિવસીય મહિલા સુરક્ષા-સ્વ રક્ષણ કરાટે તાલીમ કેમ્પનું આયોજન વાંકાનેર એલ કે સંઘવી કન્યા વિધાલય ખાતે કરવામાં આવ્યું હતું જે કેમ્પ પૂર્ણ થતા સમાપન સમારોહ યોજાયો હતો
સ્વ રક્ષણ કરાટે તાલીમ સમાપન સમારોહમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડીમ્પલબેંક સોલંકી, મામલતદાર કે વી સાનિયા, ચીફ ઓફિસર જી એસ સરૈયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા વિસ્તારની શ્રી જવાહર નવોદય વિધાલયની ૧૫૦ વિદ્યાર્થીનીઓ અને સંઘવી કન્યા વિધાલયની ૨૦૦ વિદ્યાર્થીનીઓને કરાટે તથા ટેકનીકના વિવિધ ડેમો રજુ કરવામાં આવ્યા હતા
સ્વ રક્ષણમાં દુપટ્ટા, પાણીની બોટલ, સ્કૂલ બેગનો ઉપયોગ કેમ કરવો તેનો લાઈવ ડેમો આપી સમજાવવામાં આવ્યા હતા વાંકાનેર પોલીસ દ્વારા પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર, ડીવાયએસપી સમીર સારડા સહિતના મંચસ્થ મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ બાળકોને ગીફ્ટ અને રમત ગમત સાધનો અર્પણ કરી સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમમાં પધારેલા તમામ વિદ્યાર્થીનીઓને મોડલ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનની કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતા

