હળવદની સરા ચોકડી પાસેથી અબોલ જીવને ઠસોઠસ વાહનમાં ભરી હેરાફેરી કરનાર બે ઝડપાયા

            સરા ચોકડી પાસેથી ગૌ રક્ષકોની ટીમે અબોલ જીવોને આઈસરમાં ઠસોઠસ ભરી ગેરકાયદે હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લીધા હતા મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

 

            હળવદ ભવાનીનગર ઢોરોના રહેવાસી મનોજભાઈ ઝીન્ઝુંવાડિયાએ આરોપીઓ અકબર અમર સૈયદ અને મુસ્તુફા જાવેદ હુશેન શેખ રહે બંને અમદાવાદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની આઈસર જીજે ૨૭ ટીડી ૮૭૮૦ માં કોઈપણ આધાર પુરાવા વગર હલનચલન ના કરી સકે તેવા ટૂંકા દોરડાથી ભેંસ વંશના જીવો ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર દયનીય હાલતમાં ટૂંકા દોરડાથી બાંધી નીકળતા ૨૯ અબોલ જીવોની હેરાફેરી કરતા મળી આવ્યા હતા પોલીસે ૨.૫૮ લાખનો મુદામાલ કબજે લઈને બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.