માધાપર ઝાપા પાસે જાહેર જુગાર રમતા ત્રણ ઝડપાયા

 

માધાપર ઝાપા પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૧,૮૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માધાપર ઝાપા પાસે બાતમીને આધારે રેડ કરી હતી પોલીસે જાહેરમાં જુગાર રમતા વિજય લાવ્જીભી નકુમ, પરષોતમ દેવરાજભાઈ ડાભી અને ગુલામહુશેન અબ્રાહમ સુમરા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૮૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.