

પ્રેમજીનગર ગામે આરોપીના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂના ૧૧૦૪ ચપલાનો જથ્થો જપ્ત કર્યો છે પોલીસે ૮૫ હજારથી વધુનો મુદામાલ કબજે લીધો છે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પ્રેમજીનગર ગામે આરોપી ભુપેન્દ્ર મેરૂભાઈ ઝાલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડના ઈંગ્લીશ દારૂના ચપલા નંગ ૧૧૦૪ કીમત રૂ ૮૫,૪૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી ભુપેન્દ્ર ઝાલા હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે




