



લાલપર ગામ નજીક યુવાન રોડ ક્રોસ કરતો હતો ત્યારે બાઈક ચાલકે યુવાનને હડફેટે લેતા યુવાનને પગમાં ફ્રેકચર ઈજા અને શરીરે મુંઢ ઈજા પહોંચી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના કાંતિનગર સોસાયટીના રહેવાસી સાહિલ ફિરોજ જુનેજા (ઉ.વ.૨૪) નામના યુવાને બાઈક જીજે ૦૩ જેપી ૪૫૭૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬ ના રોજ ફરિયાદી ચાલીને લાલપ ગામ પાસે સર્વિસ રોડ ક્રોસ કરતો હતો ત્યારે બાઈક ચાલકે પુરઝડપે ચલાવી સાહિલને ઠોકર મારી પગમાં ફ્રેકચર ઈજા અને શરીરે મુંઢ ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે