

નવી પીપળી ગામે વૃંદાવન પાર્ક સોસાયટીના મકાનમાં રેડ કરી પોલીસે દારૂની ૭૮૦ બોટોનો જથ્થો અને મોબાઈલ સહીત ૧૭ હજારના મુદામાલ સાથે એકને ઝડપી લીધો છે અન્ય એક ઇસમનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવી પીપળી ગામે વૃંદાવન પાર્ક સોસાયટીમાં આરોપી દિલીપસિંહ ભવરસિંહ પઢીયારના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી વોડકા ૧૮૦ મિલીની બોટલ નંગ ૮૦ કીમત રૂ ૧૨,૦૦૦ નો જથ્થો મળી આવતા દારૂ અને મોબાઈલ સહીત ૧૭,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી દિલીપસિંહ પઢીયારને ઝડપી લીધો છે અન્ય આરોપી અર્જુનસિંહ હરીશસિંહ રાઠોડ રહે લીલાપર રોડ મોરબી વાળાનું નામ અને મોબાઈલ નંબર ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે




