ખાખરાળા નજીક ટ્રક અને ટ્રેલર સામસામે અથડાયા, ટ્રક ચાલકનું મોત

 

ખાખરાળા ગામ નજીકથી પસાર થતું ટ્રક અને ટ્રેલર સામસામે અથડાયા હતા જે અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી અને જમણો પગ કપાઈ જતા ચાલકનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

રાજસ્થાનના બાડમેર જીલ્લાના વતની મંગલારામ હનુમાનરામ સારણે ટ્રક ચાલક દીપકભાઈ વિશ્વનાથ રજક રહે સતના મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હ્ચે કે ગત તા. ૨૦ જુનના રાત્રીના ૩ વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાનું ટ્રક ટ્રેઇલર આરજે ૩૯ જીબી ૧૫૨૮ લઈને ખાખરાળા ગામ નજીકથી જતા હતા ત્યારે ટ્રક જીજે ૨૫ યુ ૫૩૫૭ ના ચાલક દીપકભાઈ રજક પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી સામેથી ટ્રેઇલરમાં અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં દીપક રજકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જમણો પગ કપાઈ જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.