મોરબી-ટંકારામાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

 

મોરબી શહેર અને તાલુકા તેમજ ટંકારા પંથકમાં આપઘાત અને અપમૃત્યુના ત્રણ બનાવો બન્યા હતા જેમાં ત્રણ વ્યક્તિના મોત થતા પોલીસે તપાસ ચલાવી છે

પ્રથમ બનાવમાં મોરબીના શોભેશ્વર રોડ પર રહેતા મનસુખભાઈ કાળુભાઈ મુરછડીયા (ઉ.વ.૪૦) નામના યુવાનને કોઈ અગમ્ય કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં મોરબીના ટીંબડી પાટિયા પાસે આવેલ નીચીકેતા કારખાનામાં રહીને કામ કરતા સંજીતકુમાર રામસુરત રાઈ (ઉ.વ.૨૮) નામના યુવાન ગત તા. ૨૧ ના રોજ લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આપઘાતની તપાસ હાથ ધરી છે

ત્રીજા બનાવમાં ટંકારા તાલુકાના મીતાણા (પ્રભુનગર) ગામે રહેતા જુગ્નુભાઈ દિનેશભાઈ ગજેરા (ઉ.વ.૨૬) નામના યુવાન ગત તા. ૧૯ ના રોજ મીતાણા નેકનામ રોડ પર શીતળા માતાજી મંદિર સામે આવેલ કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મૃતક માનસિક અસ્થિર હોય અને અકસ્માતે કુવામાં પડી જતા મોત થયું હતું ટંકારા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.