મોરબી રહેણાંક મકાનમાંથી ૨.૯૯ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

 

કબીર ટેકરીમાં રહેતા ઇસમના મકાનમાં દરોડો કરી પોલીસે મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૯૫ બોટલ અને નાની ૪૦ બોટલ સહીત કુલ ૩૩૫ બોટલ દારૂનો જથ્થો કીમત રૂ ૨.૯૯ લાખનો મુદામાલ કબ્જે લીધો છે બે ઇસમોના નામો ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે

 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે કબીર ટેકરી શેરી નં ૦૨ મફતિયાપરા ચાનિયા જમાતખાના સામે રહેતા સાહિલ સીદીક ચાનીયાના મકાનમાં ઈંગ્લીશ દારૂનો ગેરકાયદે જથ્થો રાખી વેચાણ કરે છે જેથી ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની મોટી ૨૯૫ બોટલ અને નાની બોટલ નંગ ૪૦ મળી આવતા પોલીસે કુલ રૂ ૨,૯૯,૩૫૩ ની કિમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે

 

આરોપી સાહિલ સીદીક ચાનિયા અને જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા રહે પરષોતમ ચોક કાલિકા પ્લોટ મોરબી એમ બે ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.