


શકત શનાળા ગામે લીમડાના ઝાડ નીચે બેસી જુગાર રમતી મહિલા સહીત છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૧,૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શકત શનાળા ગામે સરકારી સ્કૂલ સામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા નરશીભાઈ ભીખાભાઈ આંબલીયા, સંજયભાઈ નરશીભાઈ આંબલીયા, હિરેનભાઈ કાન્તીભાઈ સોલંકી, મુકેશભાઈ અશોકભાઈ ઓગાણીયા, વિશાલભાઈ ભુપતભાઈ ઓગાણીયા અને રાધાબેન રાજેશભાઈ સોલંકી એમ છને ઝડપી લીધા હતા સ્થળ પરથી રોકડ રૂ ૫૧,૬૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે