મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે દરોડો પાડી જાહેરમાં નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ દરોડા દરમિયાન પોલીસે જુગારના સાહિત્ય સાથે રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મોરબી-૨ માં આવેલા મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાહિલ હુશેનભાઇ પીપરવાડીયા (રહે. વાંકાનેર), યુનુશ ગનીભાઇ કાસમાણી (રહે. વીસીપરા) અને ઇમ્તીયાઝ દિલાવરભાઇ શાહમદાર (રહે. વાંકાનેર) ને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસની રેઇડ દરમિયાન સ્થળ પરથી ગંજીપતાના પાના અને રોકડા રૂ. ૪૬૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.