


મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા નવી નથી વર્ષોથી શહેરીજનો ટ્રાફિકની પીડા સહન કરી રહ્યા છે સંબંધિત તંત્ર નગરજનોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપવામાં નિષ્ફળ રહ્યું છે શહેરના વધતા વિકાસ સાથે જરૂરી પ્રોજેક્ટ સમયસર પૂર્ણ નહિ થતા હોવાથી ટ્રાફિક સમસ્યા આજે પણ સતાવી રહી છે આજે મોરબીના માળિયા ફાટકથી કંડલા જવાના રસ્તે હાઈવે પર ટ્રાફિક જામ સર્જયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી વાહનચાલકો એક કલાકથી વધુ સમય ટ્રાફિક જામમાં ફસાઈ જતા રોષ જોવા મળ્યો હતો




