Exclusive : ખેડૂતો માટે મોટા સમાચાર : જંત્રી પ્રમાણે નહિ, જમીનના બજાર કીમત પ્રમાણે મળશે વળતર
સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં આપી માહિતી




રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી ખેડૂતો માટે મોટા સમાચારની જાહેરાત કરી છે જેમાં જંત્રી પ્રમાણે નહિ પરંતુ બજાર કીમત પ્રમાણે ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે
પત્રકાર પરિષદમાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય તેના વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર મળશે ખેતરમાં વીજપોલ માટે જંત્રીના બમણા લેખે વળતર ચુકવવામાં આવતું હતું જેમાં વિસંગતતાઓ અને રજૂઆતને ધ્યાને લઈને સરકારે જંત્રી પ્રમાણે નહિ પરંતુ જમીનની વર્તમાન કીમતના બમણા વળતર ચૂકવવાનો નિર્ણય લીધો છે
તેમજ ખેતરમાં વીજ ટાવર મામલે ખેડૂતોને મદદરૂપ થવા માટે ટાવરના ચાર પાયાની આજુબાજુ વધારે ૧ મીટર ગણતરીમાં લેવાની રહેશે તેમ જણાવ્યું હતું બજાર કીમત નક્કી કરવા માટે MRC બનાવાશે અને બજાર કીમત નક્કી કરવામાં આવશે