ટંકારાના નેકનામ-પડધરી રોડ પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત

 

નેકનામ પડધરી રોડ પરથી આધેડ બાઈક ચલાવી જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે પુરઝડપે પોતાનું વાહન ચલાવી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં આધેડને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી વાહન લઈને ચાલક નાસી ગયો હતો

 

પડધરી તાલુકાના દહીંસરડા (આજી) ખાખરા ગામના રહેવાસી દેવજીભાઈ ચનાભાઈ ચાવડા (ઉ.વ.૫૦) વાળાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ ઓગસ્ટના રાત્રીના સાડા સાત વાગ્યાના અરસામાં ફરિયાદીના મોટાભાઈ ભાનુભાઈ ચનાભાઈ ચાવડા બાઈક જીજે ૦૩ આરઆર ૬૦૪૯ ;લઈને નેકનામ પડધરી રોડ પરથી જતા હતા ત્યારે સીલ્પન કારખાના સામે રોડ પર અજાણ્યા વાહનચાલકે પુરઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈને માથામાં ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું અકસ્માત બાદ પોતાનું વાહન લઈને વાહનચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.