

વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે બે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં બે બાઈકમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
વાંકાનેરના જુના રાજાવડલા ગામે રહેતા સંજયભાઈ બાબુભાઈ સોલંકી (ઉ.વ.૩૩) વાળાએ ટ્રક જીજે ૧૫ એવી ૫૧૦૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સંજયભાઈ અને માવજીભાઈ બંને બાઈક જીજે ૩૬ ઈ ૩૫૫૭ લઈને વાંકાનેર નેશનલ હાઇવે પરથી જતા હતા ત્યારે બાઈક બંધ પડી જતા અન્ય બાઈક જીજે ૩૬ કયું ૭૦૪૬ ના ચાલકે ફરિયાદીનું બાઈક પાછળ બાંધવા માટે ધીમું પાડ્યું હતું અને બંને મોટરસાયકલ ચાલક સાઈડમાં ઉભા રાખવા જતા ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી બનેન બાઈકને ઠોકર મારી હતી
જે અકસ્માતમાં ફરિયાદી સંજય સોલંકીને સામાન્ય ઈજા તેમજ માવજીભાઈને માથામાં અને પગમાં ગંભીર ઈજા કરી હતી અને અન્ય બાઈક ચાલક સુખદેવભાઈ પાટડીયા રહે મકનસર તા. મોરબી વાળાને માથામાં ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે