

મોરબીમાં મિત્ર પાસેથી ઉછીના લીધેલી રકમ પેટે આપેલ ૧ લાખનો ચેક રીટર્ન થતા મોરબી કોર્ટે આરોપીને એક વર્ષની જેલની સજા અને ડબલ રકમનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી કિરણભાઈ રામભાઈ બોરીચા અને આરોપી રાહુલભાઈ નટવરભાઈ ઠોરીયા બંને મિત્ર હોય આરોપીને ધંધા માટે પૈસાની જરૂરત પડતા રૂ ૨ લાખ પંદર દિવસ માટે હાથ ઉછીના લીધા હતા અને આરોપીએ તેની વેગનઆર કાર જીજે ૩૬ એલ ૩૭૮૯ અને બેંક ખાતાનો પોતાની સહી વાળો ચેક આપ્યો હતો બાદમાં આરોપીએ તેની રકમ પચાવી પાડવાના ઈરાદે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ગાડી બળજબરીથી પડાવી, ચેકમાં સહી કરાવી ચેક પડાવી લેવાની ખોટી ફરિયાદ દાખલ કરી હતી જેથી બંને વચ્ચે સમાધાન થતા તે મુજબ કાર અને સહીવાળો ચેક પરત કર્યો હતો અને આરોપીએ કાયદેસરની લેણી રકમ ચુકવવા માટે સ્ટેટ બેન ઓફ ઇન્ડિયાના ૧-૧ લાખના બે ચેક આપ્યો હતો જેમાં ફરિયાદીએ એક ચેક પોતાની બેંકમાં જમા કરાવ્યો તે ચેક ૦૪ માર્ચ ૨૦૨૫ ના રોજ પરત ફર્યો હતો જેથી ચેક બાઉન્સ થતા ફરિયાદીએ તા. ૧૦ માર્ચના રોજ નેગોશીએબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટ કલમ ૧૩૮ ઉજ્બ ફરિયાદ કરી હતી
જે કેસ એડીશનલ સિવિલ જજ અને જ્યુડી. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મોરબીની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલ કે વાય કોઠારીએ ધારદાર દલીલો અને પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી રાહુલ ઠોરીયાને કસુરવાન ઠેરવ્યો હતો આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે અને ચેકની બાકી નીકળતી રકમ રૂ ૧ લાખની ડબલ રકમ ૨ લાખનો દંડ તે દંડમાંથી ફરિયાદીને ચેકની રકમ ફરિયાદ તારીખથી વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત ચુકવવા અને દંડ ભરવામાં કસુર થયે વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે