વાંકાનેરમાં શિવશકિત કા રાજા ગણપતિ મહોત્સવમાં ૫૬ ભોગ અન્નકૂટ દર્શન      

 

વાંકાનેરમાં હરીપાર્ક ધર્મનગર સોસાયટી શેરી નં ૧ માં શિવ શકિત કૃપા ખાતે પ્રકાશભાઈ મહેશદાદા પંડયા તથા  પરીક્ષિતભાઈ પંડયાના નિવાસ સ્થાને શિવશકિત કાં રાજામાં ગણેશ મહોત્સવ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવાયેલ હતો ગણપતિ મહોત્સવમાં દરરોજ રાત્રે આરતીમાં ધર્મનગર શેરી નં ૧ ના સૌ ભાવિક ભક્તજનો લાભ લઈ ધન્યતા અનુભવેલ

 

મહોત્સવ દરમ્યાન મહાઆરતી, રાસ ગરબા અને વિશેષમાં ગણપતિદાદાને ( ૫૬ ભોગ ) ધરાવવામાં આવેલ હતો ગણેશ ઉત્સવની શ્રદ્ધા અને ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવેલ હતી શુક્રવારના રોજ સાંજે ગણપતિબાપા મોરિયાના જય જય કાર સાથે વિસજર્ન કરવામાં આવેલ હતું

Leave A Reply

Your email address will not be published.