

શહેરના દિગ્વિજયનગર પેડક સોસાયટીમાં રહેતા ડોક્ટરે ઘર પાસે પાર્ક કરેલી ૩ લાખની કિમતની ઇકો કાર અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો હતો પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
વાંકાનેરના દિગ્વિજયનગર પેડક સોસાયટી જસદણ સિરામિક બાજુની શેરીમાં રહેતા ડોક્ટર મનસુખભાઈ પોપટભાઈ બોચિયા (ઉ.વ.૫૦) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ જુલાઈના રાત્રીથી તા. ૨૬ જુલાઈના સવાર દરમીયાન ફરિયાદીની ઇકો કાર જીજે ૩૬ એલ ૧૯૭૫ કીમત રૂ ૩ લાખ વાળી ઘર પાસે પાર્ક કરેલી હતી જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે