



મોરબીના પાડા પુલ નીચે રવિવારી માર્કેટ પાસેથી દોઢ માસ પૂર્વે બાઈક ચોરીની ઘટના બની હતી જે ચોરીને અંજામ આપનાર ઈસમને એલસીબી ટીમે ઝડપી લઈને ચોરાઉ બાઈક રીકવર કરવામાં આવ્યું છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી-માળિયા નેશનલ હાઈવે પર માળિયા ફાટક ઓવરબ્રિજ પહેલા સર્વિસ રોડ પર પ્રભુકૃપા ગેટ પાસે વાહન ચેકિંગ કામગીરી દરમીયાન એક નંબર પ્લેટ વગરનું જુનું હોન્ડા મોટરસાયકલ લઈને નીકળતા રોકીને કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી બાઈક માલિકીની ખરાઈ કરી વિશેષ પૂછપરછ કરતા બાઈક દોઢેક માસ પૂર્વે પાડા પુલ નીચેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી એલસીબી ટીમે આરોપી સમીર ગફુર જેડા (ઉ.વ.૨૫) રહે હાલ વિસીપરા લાયન્સનગર, મોરબી વાળાને ઝડપી લઈને નંબર પ્લેટ વગરનું બાઈક કીમત રૂ ૧૫,૦૦૦ રીકવર કરી બી ડીવીઝન પોલીસ મથકમાં બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે