

હળવદ શક્તિનગર શ્રી રામદેવપીર મંદિર શ્રી નકલંક ગુરૂધામ, શક્તિનગર ખાતેના ધર્માચાર્ય શ્રી દલસુખરામ મહારાજની અખીલ ભારતીય સંત સમિતિના પ્રદેશ પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે.શ્રી દલસુખરામ મહારાજ ગુરુ શ્રી બળદેવદાસ મહારાજના શિષ્ય તરીકે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. અખીલ ભારતીય સંત સમિતિ દ્વારા તેમને પ્રદેશ પ્રવક્તા તરીકે નવી જવાબદારી સોંપાતા શ્રી નકલંક ગુરૂધામના ભક્તો, સેવક પરિવાર તથા અનુયાયીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
આ નિમણૂક બદલ સંતો, મહંતો, ભક્તજનો તથા સેવક પરિવારે શ્રી દલસુખરામ મહારાજને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ નવી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવશે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી શ્રી રામદેવપીર મંદિર – શ્રી નકલંક ગુરૂધામ, શક્તિનગર, હળવદ તરફથી પણ આ પ્રસંગે હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
મયુર રાવલ હળવદ



