રાજકોટ ખાતે એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયાનું ભવ્ય સન્માન

 

મોરબી બાદ રાજકોટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર અને મોરબી બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયાનું નોટરી એસોસિએશનના આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં સન્માન. આ પ્રસંગે  રાજકોટના ઈનચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ સાહેબ ખાન સાહેબની ખાસ ઉપસ્થિતિમાં અને શ્રી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સદસ્ય દિલીપભાઈ પટેલ અને રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિતભાઈ વોરાની હાજરીમાં ધારાસભ્ય  રમેશભાઈ ટિલાળા, ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ, સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા તેમજ નોટરી એસોસિએશનના પ્રમુખ  પ્રકાશસિંહ ગોહિલ અને અન્ય હોદ્દેદારો દ્વારા દિલીપભાઈ અગેચાણીયાનું સન્માન પુષ્પ આપીને તથા સાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

 

રાજકોટ ખાતે યોજાયેલા આ સન્માન કાર્યક્રમમાં વકીલ મિત્રો, અગ્રણીઓ અને મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આખો હોલ ખચાખચ ભરેલો રહ્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ મેમ્બર તરીકે સ્થાન મેળવવા બદલ ઉપસ્થિત તમામ લોકોએ દિલીપભાઈને ઉત્તરોત્તર પ્રગતિ માટે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.