

મોરબીના પ્રેમજીનગર ગામના ગેટ સામે રોડ ક્રોસ કરતી માસુમને અઈસરે હડફેટે લેતા મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હિરાભાઇ જગાભાઇ ખરગીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની સાત વર્ષની પુત્રી ધ્રુવી તેની માતા સાથે પ્રેમજીનગરનાં ગેટ સામે રસ્તો ક્રોસ કરતી હતી ત્યારે પુરઝડપે આવતા આઈસર નંબર GJ-11-VV-8051એ હડફેટે લેતા ધ્રુવિની માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોકટરે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આઈસર ચાલકને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.