ટંકારા છત્તર જીઆઈડીસી નજીક કારની ઠોકરે બે યુવાનોને ઈજા, કાર ચાલક ફરાર

 

છત્તર જીઆઈડીસી નજીક કાર ચાલકે પુરઝડપે ચલાવી બે યુવાનોને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં બંને યુવાનોને માથા અને પગમાં તેમજ પેટમાં ઈજા પહોંચી હતી અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

ટંકારા છત્તર જીઆઈડીસી સામે ઝેટકો પાવર હાઉસમાં રહેતા મયુરભાઈ દિલીપભાઈ વાંઝા (ઉ.વ.૨૯) વાળાએ કાર જીજે ૧૩ એએચ ૦૯૧૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી છત્તર જીઆઈડીસી સામે રાજકોટ મોરબી હાઇવે પર ફરિયાદીના કાકાના દીકરા અક્ષયભાઈ અને કેવલભાઈને પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં અક્ષયભાઈને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા અને ખભાના ભાગે અને પગમાં-મોઢામાં ઈજા પહોંચી હતી તેમજ કેવલભાઈને પેટમાં ગંભીર ઈજા અને સાથળમાં ફ્રેકચર જેવી ઈજા કરી કારચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.