મોરબી તાલુકા પોલીસ મથકમાં ગેસ કટિંગ ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગેસ કટિંગના ગુનામાં દોઢેક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય જે અંતર્ગત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગેસ કટિંગ ગુનામાં આરોપી ભગીરથ મેઘારામ બિશ્નોઈ (ઉ.વ.૩૫) રહે રાજસ્થાન વાળો દોઢેક વર્ષથી નાસતો ફરતો હતો જેને બાતમીને આધારે રાજસ્થાન રાજ્યના સાંચોર રેસ્ટ એરિયા ખાતેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.