ખાનપર ગામે પડી જતા મોત, ગાળા-સાપર નજીક વીજશોકથી યુવાનનું મોત

મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતા મોત

ખાનપર ગામના રહેવાસી આધેડ પોતાના ઘરના ફળિયામાં પડી જતા માથામાં ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને મોરબી બાદ રાજકોટ સારવાર અર્થે ખસેડતા સારવારમાં મોત થયું હતું

મોરબીના ખાનપર ગામના રહેવાસી પ્રવીણભાઈ ત્રિકમજીભાઈ અમૃતિયા પોતાના ઘરે ફળિયામાં અચાનક પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં આધેડનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

મોરબીના ગાળા સાપર રોડ પર વીજશોક લાગતા યુવાનનું મોત

ગાળા સાપર રોડ પર ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ૨૨ વર્ષના યુવાનને વીજશોક લાગતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

મોરબીના ગાળા સાપર રોડ પર સોલોરેક્ષ સિરામિકમાં રહીને કામ કરતા અર્જુન બગુનભાઈ બીરૂવા (ઉ.વ.૨૨) નામના યુવાનને લેબર ક્વાર્ટરમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.