

હળવદ તાલુકાના બુટવડા ગામે નદીના કાંઠે સીમમાં વાડીના શેઢે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૧,૩૦૦ જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે બુટવડા ગામની સીમમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા શામજીભાઈ મોહનભાઈ લોદરીયા, ગણેશભાઈ શંકરભાઈ લોદરીયા, મહેશભાઈ કાનજીભાઈ ઊડચા, તુલશીભાઈ ચતુરભાઈ સુરાણી અને મેરાભાઇ લખમણભાઈ નંદેસરીયા એમ પાંચને ઝડપી લીધા હતા સ્થળ પરથી રોકડ રૂ ૫૧,૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે