

મોરબીના રહેવાસી વેપારી યુવાનને શેર બજારમાં રોકાણ કરવાની લોભામણી સ્કીમો આપી રૂ ૮૬.૨૫ લાખની રકમ બેંક ખાતામાં અને આંગડીયા પેઢી મારફત ટ્રાન્સફર કરાવી રૂ ૮૬.૨૫ લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી જે ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ત્રણ ઇસમોને ઝડપી લઈને રૂ ૬૧ લાખની રકમ રીકવર કી છે
મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઈ વરમોરાએ ગત તા. ૦૮ ના રોજ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના દીકરા પલ્લવને આરોપીઓએ જાસામાં લઈને મેં જુન માસમાં અલગ અલગ તારીખે બેંક અને આંગડીયા પેઢી મારફતે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાના બહાને રૂ ૮૬,૨૫,૯૫૦ ની રકમ ટ્રાન્સફર કરાવી હતી અને આરોપીઓ રૂપિયા ઓળવી જઈને ચીટીંગ કરી હતી મોરબી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે લાખોની ચીટીંગ મામલે તપાસ ચલાવી હતી ટેકનીકલ માધ્યમ અને હુમન સોર્સીસ દ્વારા તપાસ કરતા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ મહેસાણા જીલ્લાના હોવાની માહિતી મળતા એક ટીમ મહેસાણા જીલ્લામાં રવાના કરી હતી અને ગુનામાં સંડોવાયેલ પૈકી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા
સાયબર ક્રાઈમ પોલીસ ટીમે આરોપીઓ નીતિન બળદેવભાઈ રબારી, ભલાભાઈ લાલભાઈ રબારી અને કશ્યપજી ઉર્ફે ચકો અમરશીજી ઠાકોર રહે ત્રણેય મહેસાણા વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૬૧ લાખની રકમ રીકવર કરવામાં મોરબી સાયબર ક્રાઈમ ટીમને સફળતા મળી છે


