ગુજરાતમાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સોલ્ટ ટેકનોલોજી વિશેષ કોલેજની માંગ

મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસોએ કેન્દ્રીય વાણીજ્ય મંત્રીને પત્ર લખ્યો

 

 

મીઠું બંધારણની ૭ મી અનુસૂચિની કેન્દ્રીય યાદીની આઈટમ નંબર ૫૮ તરીકે સૂચીબદ્ધ કેન્દ્રીય વિષય છે મીઠું કેન્દ્ર સરકારના વિશિષ્ટ કાયદાકીય અને કાર્યકારી અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે જે આઈટમ ૫૮ તરીકે આવે છે જીથાની લણણી ઉદ્યોગ બાષ્પીભવન હેઠળ વર્ગીકૃત કરવામાં આવી છે મીઠા કમિશ્નર સંગઠન, વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની એક સંગ્લ્ન કચેરી, મીઠા ઉદ્યોગના વિકાસની દેખરેખ અને સુવિધા આપે છે ગુજરાત રાજ્ય ભારતમાં મીઠું ઉત્પાદન સૌથી વધુ કરતું હોવાથી ગુજરાતમાં મીઠા ઉધોગના વિકાસ અંગે મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસોના પ્રમુખ દિલુભા જાડેજા દ્વારા વાણીજ્ય અને ઉધોગ મંત્રી પીયુષ ગોયલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે

 

રજૂઆતમાં જણાવ્યું છે કે ભારતના મીઠું ઉત્પાદક પ્રદેશોમાં મોટા પાયે રોજગાર અને ટકાઉ આજીવિકા સર્જન કરવાની પ્રચંડ સંભાવના છે કેન્દ્રીય નીતિગત સમર્થન, આધુનિક ટેકનોલોજી અને માળખાકીય સુવિધાઓ સાથે મીઠું ઉત્પાદક તમામ મુખ્ય ક્ષેત્રોમાં સમાન આંતરર્શ્ત્રીય ગુણવત્તાના ધોરણો સ્થાપિત કરી શકીએ છીએ જે ભારતીય મીઠું વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવી સકે છે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મીઠું ઉત્પાદન કરતો દેશ છે જથ્થાની દ્રષ્ટીએ સૌથી મોટા નિકાસકારોમાનું એક છે યુએસએ, ઓસ્ટ્રેલીયા અને મેક્સિકો જેવા અગ્રણી ઉત્પાદકો સાથે મેળ ખાવા માટે ગુણવત્તા, સાતત્ય, પ્રક્રિયા અને વૈશ્વિક પ્રમાણપત્રમાં સુધારો કરવા નોંધપાત્ર અવકાશ છે

 

ગુજરાત પ્રદેશમાં મીઠા કમિશ્નર સંગઠનની તમામ ૧૮ ક્ષેત્રીય કચેરીઓ (૦૩ સર્કલ ઓફિસો, ૦૫ મીઠા પરીક્ષણ પ્રયોગશાળાઓ અને ૧૦ ફેક્ટરી કચેરીઓ) બંધ થયા બાદ અમદાવાદની પ્રાદેશિક કચેરી અમદાવાદને પણ મર્જ કરવા અને મુંબઈ ખસેડવાનો આદેશ કરવામાં આવ્યો છે વર્તમાન પરિસ્થિતિમાં એવું જણાય છે કે ભારત સરકાર મીઠા ઉદ્યોગના વિકાસ અને મીઠા ઉદ્યોગને લગતા મુદાઓને ઉકેલવા માટે કોઈ ટેકો આપી રહી નથી છતાં મીઠું કેન્દ્રીય વિષય છે ભારતીય મીઠા ઉદ્યોગમાં મીઠા ઉત્પાદન, પ્રક્રિયા, તકનીકીમાં નિષ્ણાંત એવા ખુબ ઓછા લાયક તકનીકી વ્યવસાયિકો છે ભારત વિશ્વના ૩ સૌથી મોટા મીઠા ઉત્પાદક અને અગ્રણી વૈશ્વિક નિકાસકારમાનું એક હોવા છતાં મીઠા વિજ્ઞાન અને તકનીક પર કેન્દ્રિત કોઈ સમર્પિત સંસ્થા અથવા કોલેજ નથી જેથી નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સોલ્ટ ટેકનોલોજી અથવા સોલ્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીની વિશેષ કોલેજ બનાવવામાં આવે આવી સંસ્થાએ મીઠાના ઉત્પાદન, પ્રોસેસિંગ, ગુણવત્તા નિયંત્રણ, લોજીસ્ટીક, પર્યાવરણ વ્યવસ્થાપન અને મુલ્યવર્ધિત ઉત્પાદનોમાં શિક્ષણ, સંશોધન, નવીનતા અને કૌશલ્ય વિકાસની સુવિધા અપાવી જોઈએ

 

Leave A Reply

Your email address will not be published.