

માળિયા હળવદ હાઈવે પર દેવળિયા ગામ નજીક બોલેરોના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું તો યુવતી સહીત બેને ઈજા પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે મામેલ હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
અમદાવાદના મટોડા ગામે રહેતા રોહિતભાઈ બાબુભાઈ ચૌહાણ એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છેકે બોલેરો ગાડી જીજે ૧૧ વીવી ૬૬૮૨ ના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે હળવદ માળિયા હાઈવે પર ચલાવી આગળ હતા ધનાભાઇ રમણભાઈ ચૌહાણના મોટર સાઈકલ જીજે ૩૮ એટી ૩૩૫૧ ને પાછળ ભટકાડી અકસ્માત કરી મોટર સાઈકલ થતા બોલેરોને રોડની સાઈડમાં ઉતારી દઈ બોલેરોની પલટી ખવડાવી મોટર મોટર સાઈકલમાં બેઠેલ હરખાભાઈના પત્ની જાગૃતિબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી મોત નીપજાવી તથા મોટર સાઈકલ સાહેદ ધનાભાઈને માથાના તથા શારીરના ભાગે તથા મોટર સાઈકલમાં બેઠેલ સાહેદ મિતલબેન હલુભાઈ મકવાણાને ગંભીર ઇહ પહોચાડી બોલેરો ગાડી મુકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે