

મોરબી મહાનગરપાલિકા દ્વારા નિયમિત રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે સપ્તાહ દરમિયાન વધુ ૨૭ પશુઓ અને અત્યાર સુધીમાં કુલ ૩૭૯૨ રખડતા પશુને પકડી પાડવાનો દાવો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ શહેરના જાહેર રોડ પર ઢોરનો અડીંગો અને છાશવારે આખલા યુધ્ધના દ્રશ્યો જોવા મળે છે જે તંત્રના દાવાની હવા કાઢી નાખે છે
મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા સપ્તાહમાં ૨૭ પશુઓ પકડવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકા બન્યાથી આજદિન સુધી જાહેર માર્ગ પરથી ૩૭૯૨ કુલ પશુઓ પકડવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા ૩૦૬ પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે તેમજ ૨૧ પશુ માલિકોને લાઇસન્સ રિન્યૂ કરી આપેલ છે. તદુપરાંત ૩૩ લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ છે અને ૨ ઘાસવેચાણ પરમિટ રિન્યૂ કરેલ છે. આ ઉપરાંત ૪૯ નાગરિકોના પેટડોગનું રજીસ્ટેશન કર્યું છે અને ૭ ડોગ લાઇસન્સ પરમિટ રિન્યૂ કરેલ છે.