

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ વોટર નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને અલગ અલગ રોડ બંધ રાખવા માટે યાદી જાહેર કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં ભૂગર્ભ ગટર તેમજ સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના કામો હાલમાં પ્રગતિ હેઠળ છે ત્યરે ભૂગર્ભ ગટર લાઈન અને સ્ટ્રોમવોટર લાઈન મેઈન રોડ પર નાખવાની હોવાથી રેલ્વે સ્ટેશન રોડ થી જડેશ્વર મંદિર સુધી અને જડેશ્વર મંદિરથી લઈને આસ્વાદપાન સુધી તારીખ ૦૭/0૬/૨૦૨૬ થી ૧૪/0૬/૨૦૨૬ (દિન-૮) સુધી બંધ રહેશે અને શ્રીકુંજ ચોકડી થી રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ વોકળા સુધી નો રોડ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે રોડ બંધ રહશે જેથી મોરબીની જાહેર જનતાએ વૈક્લીપ રૂટ નો ઉપયોગ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અનુરોધ કર્યો છે