મોરબી નર્મદા કેનાલમાંથી ધોળે દિવસે પાણી ચોરી, અધિકારીના મશીન-વાહનો હટાવ્યાના અધિકારીના દાવા

 

મોરબીના લખધીરપુર રોડ પરથી પસાર થતી નર્મદા નહેરની મોરબી બ્રાંચમાંથી બેફામ પાણી ચોરી કરવામાં આવી રહ્યું છે સિરામિક ઝોનમાં આવેલ કેનાલમાંથી ધોળે દિવસે ટેન્કરો ભરી પાણી ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા અધિકારીઓની ટીમે સ્થળ પર ચેકિંગ કરી વાહનો અને મશીન હટાવી હોવાનું કેનાલ અધિકારીએ દાવો કર્યો હતો પરંતુ મીડિયા ટીમે સ્થળ પર જઈને જાતે ચેકિંગ કરતા મશીનો યથાવત જોવા મળ્યા હતા જેથી મિલીભગતથી પાણી ચોરી ચાલે છે કે શું ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે

 

નર્મદા કેનાલની મોરબી શાખા સુરેન્દ્રનગરથી મોરબી થઈને મચ્છુ ૨ ડેમમાં જાય છે સૌની યોજના મારફત સિંચાઈનું પાણી તેમજ રાજકોટ અને જામનગરને પાણી આપવા માટે અહીંથી પાણી છોડવામાં આવે છે જે મોરબી બ્રાંચ કેનાલમાંથી બેફામ પાણી ચોરી કરવામાં આવી રહી છે સિરામિક ઝોનમાંથી પસાર થતી કેનાલમાંથી ધોળે દિવસે પાણીના ટેન્કરો ભરી પાણીની ચોરી કરવામાં આવી રહી છે જે પાણીના ટેન્કરો સંભવિત સિરામિક ફેકટરીઓમાં જ જતા હોય તે શક્યતા નકારી શકાતી નથી પાણી ચોરી મામલે સૌરાષ્ટ્ર શાખા નહેરના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર એમ એ ખોલીયાએ જણાવ્યું હતું કે ગઈકાલે કેનાલમાંથી પાણી ચોરી થતી હોવાની માહિતી મળતા ટીમ સ્થળ પર રવાના કરી હતી અને જે મશીન અને ટ્રકો મારફત પાણી ચોરી કરવામાં આવતી હતી તે મશીનો અને ટ્રકો હટાવવામાં આવ્યા છે અને પાણી ચોરી કરનાર ટ્રકના માલિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવશે

 

Leave A Reply

Your email address will not be published.