




મોરબીના પીપળીયા ગામ નજીક પ્લેનોરા કારખાના પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પીપળીયા ગામ ખાતે પ્લેનોરા કારખાના ખાતે રહેતા મૂળ આસામના ઓબેત ધરમનાથ બારીક નજીક આવેલા પાણીના ખાડા પાસે ગયા હતા, ત્યારે કોઈ કારણોસર પાણીમાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
