




ટંકારાના સરાયા ગામની સીમમાં આવેલા એક સોલાર પ્લાન્ટને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો અંદાજે રૂ. ૧.૮૦ લાખની કિંમતના કોપર કેબલ વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મળતી વિગતો અનુસાર, ટંકારાનાં સરાયા ગામના રહેવાસી બેચરભાઇ ભવાનભાઇ ઢેઢીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે સરાયા ગામની સીમમાં દત્ત પોલીપેક પાછળ આવેલા ખેતરમાં સ્લોગન ગ્રીન એનર્જી પ્રા.લી. નામના સોલાર પ્લાન્ટમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ કુલ ૮ સોલાર ટ્રેકરમાં સોલાર પેનલથી ઈન્વર્ટરમાં જતો અંદાજે ૩૩૦૦ થી ૩૫૦૦ મીટર જેટલો ડી.સી. કોપર કેબલ વાયર (કિંમત રૂ. ૧,૮૦,૦૦૦/-) કાપીને ચોરી કરી લઈ ગયો હતો. ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
