મોરબીના હરીપર પાસે લેબર ક્વાર્ટરમાં સફાઈ કામ કરતી વખતે પડી જતાં મહિલાનું મોત

મોરબીના હરીપર ગામ નજીક આવેલા લેમીના પેપરમીલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં સફાઈ કામ કરતા સમયે પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, હરીપર-કેરાળાના પાટીયા પાસે આવેલ લેમીના પેપરમીલ કારખાનાની લેબર કોલોનીના રૂમ પર મૃતક સપનાબેન આકાશભાઇ પાવરા (ઉં.વ. ૩૧) પોતાના રૂમ પર સાફ-સફાઈનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક પડી જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેમનું મોત થયું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.