




વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી કોટડા નાયાણી જવાના રસ્તે વાડીમાં મેફેદ્રોન ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે મોરબી એન્ટી નાર્કોટીકસ વિંગની ટીમે દરોડા પાડી ડ્રગ્સના જથ્થા સાથે રાજકોટના અનીડા ગામના એક શખ્સને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી કોટડા નાયાણી જવાના રસ્તે વાધાર સીમ વિસ્તારમાં અસ્તાપીર જવાના કાચા રસ્તે નરેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ ઝાલાની માલિકીની વાડી આદિક ઉર્ફે સિકંદર આદમભાઈ દલપોત્રા રહે વાલાસણ વાળા ને વાવવા માટે રાખેલ હોય તે વાડીના મકાનમાં આવેલ હોય અને કિરીટભાઈ માધાભાઈ વરાણ રહે-અનીડા રાજકોટ વાળાએ પોતાના કબજામાં મેફેદ્રોન ડ્રગ્સ રાખી તેનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે મોરબી એન્ટી નારકોટીક્સ વિંગની ટીમે તપાસ હાથ ધરવામાં આવતા સ્થળ પરથી મેફેદ્રોન ડ્રગ્સ ૨૦.૧૭ ગ્રામ કીમત રૂ.૬૦૫૧૦ તથા મોબાઈલ નંગ ૧ કીમત રૂ.૧૦,૦૦૦ સાથે કિરીટભાઈને ઝડપી પાડ્યો હતો જ્યારે નરેન્દ્રભાઈ પાંચાભાઈ રામોલીયા રહે અનીડા રાજકોટ વાળાનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે
