

મોરબીના ઘૂટું રોડ પર પીપળી ગામ જવાના રસ્તે ડાયમંડ રેફ્રીજરેટર નામની દુકાનમાંથી કોપર વાયરની ચોરી થઇ હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે
હળવદના સમલી ગામે રહેતા કૌશિકભાઈ ત્રિભોવનભાઈ પટેલ એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છેકે ગત તા.૨૨-૦૮ ના રાત્રીના મોરબીના ઘૂટું રોડ થી પીપળી રોડ જવાના રસ્તે આવેલ ડાયમંડ રેફ્રીજરેટર નામની દુકાનમાં મોડી રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઇસમે બંધ દુકાનની પાછળ આવેલ લોખંડની બારીના સળિયા તોડી ચોરી કરવાના ઈરાદે દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં ૨ હેલનવા શુદ્ધ કોપર વાયરના ફીન્ડલા તથા નાના મોટા કોપર વાયરના ટુકડા મળી અંદાજે ૧૦૦ કિલો કોપર વાયર કીમત રૂ.૧,૮૦,૦૦૦ ની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે