મોરબીમાં ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું

મોરબી જિલ્લામાં ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સભ્યોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ અધિવેશનમાં મેરી ટાઈમ બોર્ડ, પરિવહન અને પી.એમ. પોષણ યોજના સહિત વિવિધ વિભાગોના કર્મચારી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પ્રભારીની હાજરીમાં મોરબી જિલ્લા મહામંત્રી પ્રણવભાઈ નલીનભાઈ ઠાકર દ્વારા વિતેલા ત્રણ વર્ષમાં થયેલા વિવિધ કાર્યક્રમો તથા સંઘના આગામી આયોજનો અને કાર્યક્રમોની વિગતવાર જાણકારી આપતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

Leave A Reply

Your email address will not be published.