વડોદરામાં ૧ લાખની ડુપ્લીકેટ ચલણી નોટોના કેસમાં આરોપીનો કોર્ટમાંથી જામીન પર છુટકારો



તાજેતરમાં ચકચારી એવા ડુપ્લીકેટ રૂ ૧ લાખની ચલણી રૂપિયાની નોટો કબ્જે કરવાના અને ડુપ્લીકેટ નોટો એટીએમ મશીનમાં જમા કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને વડોદરા સેસન્સ કોર્ટમાંથી જામીન મળ્યા છે મોરબીના ધારાશાસ્ત્રી હિમશીખા એમ રાઠોડની દલીલોને ધ્યાને લઈને કોર્ટે જામીન પર છુટકારો કર્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીએ એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે વડોદરાની દુગારી શાખાની બેંકના એટીએમ મશીનમાં ડુપ્લીકેટ નોટો જમા કરાવવા જતા તે નોટો એટીએમમાં જમા થયા બાદ ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવતા બેંક મેનેજર દ્વારા અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વડોદરા એસઓજી દ્વારા તપાસ કરી દુપ્લિએક્ત નોટોના માસ્ટર માઈન્ડ એક રાજસ્થાની ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો અન્ય છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા જે તમામ આરોપીઓ ખાનગી યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ હતા દરેક પાસેથી ડુપ્લીકેટ ચલણી નોટો કબ્જે કર્યાનો આરોપી લગાવી ગુનો નોંધાયો હતો અને આરોપીઓને વડોદરા કોર્ટમાં રજુ કરવામાં આવતા જેલ હવાલે કર્યા હતા
બાદમાં નામ. વડોદરાના છઠ્ઠા એડીશનલ ડીસ.એન્ડ સેસન્સ કોર્ટમાં ધારાશાસ્ત્રી હિમશિખા એમ રાઠોડ દ્વારા આરોપીની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી તેમજ ધારદાર દલીલો કરતા કોર્ટે બંને પક્ષની દલીલો ધ્યાને લઈને મુખ્ય આરોપીને શરતી જામીન પર મુક્ત કર્યો હતો જે કેસમાં આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી હિમશિખા રાઠોડ રોકાયેલ હતા