નવ મુદ્દાની માંગણીઓને લઇ મોરબીના પોસ્ટલ કર્મચારીઓનું કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન

ભારતીય ફેડરેશન યુનિયનના આદેશ મુજબ મોરબી જિલ્લાના ભારતીય યુનિયનના પોસ્ટલ કર્મચારીઓ દ્વારા પોતાની નવ વિવિધ માંગણીઓને લઇને આજથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી છે.

ભારતીય પોસ્ટલ એમ્પ્લોયીઝ એસોસીએશનનાં ગુજરાત સર્કલ સેક્રેટરી પ્રભાતભાઈ ડાંગરની યાદી મુજબ, કર્મચારીઓએ મુખ્યત્વે નાના કર્મચારીઓ પર ટાર્ગેટના નામે થતું માનસિક દબાણ અને શોષણ બંધ કરવાની માંગ કરી છે, જેમાં કર્મચારીઓને પોતાના ખિસ્સાના પૈસાથી ખાતા ખોલાવી ટાર્ગેટ પૂરા કરવા મજબૂર કરવામાં આવે છે. આ ઉપરાંત વિભાગની ખાનગીકરણ તરફની નીતિ બંધ કરવા તેમજ પોસ્ટ ઓફિસથી ૨૦ કિમીના દાયરામાં એક જ આઇડીસી ઓફિસથી ડિલિવરી કરવાની સિસ્ટમ સહિતની માંગો ઉઠાવવામાં આવી છે. આ વિરોધ કાર્યક્રમ અંતર્ગત કર્મચારીઓ તા. ૨૭ જુલાઈ સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે, ત્યારબાદ ૫ ઓગસ્ટે એક દિવસીય પ્રતીક હડતાળ અને જો ઉકેલ નહીં આવે તો ૧૮ ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપવામાં આવી છે.

 

Leave A Reply

Your email address will not be published.