ખાનગી વીજ કંપનીની હેવી લાઈન અને થાંભલા ઉભા કરવાની કામગીરી અને માળિયા તાલુકા ખેડૂત સંગઠને આવેદન પાઠવ્યું


માળિયા (મી.) તાલુકા ખેડૂત સંગઠન દ્વારા ખેતીની જમીન ઉપર ખાનગી વીજ કંપનીની હેવી લાઈન અને થાંભલા ઉભા કરવાની કાર્યવાહીના વિરોધમાં આજે માળિયા (મી.) ખેડૂત સંગઠન દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું
આવેદનમાં ખેડૂતોએ જણાવ્યું છે કે પોતાના જ ખેતરમાં જવા માટે વારંવાર ૭/૧૨ જેવા માલિકીના પુરાવા રજુ કરવા પડે છે જયારે બીજી તરફ ખાનગી કંપનીઓ ખેડૂતોની સ્પષ્ટ સંમત્તિ વિના જમીન પર કામગીરી શરુ કરી દે હે આ પ્રકારની એક તરફી કાર્યવાહી સ્વીકાર્ય નથી સરકાર અને કંપનીઓ દ્વારા ઘણી વખત જંત્રીના ચાર ગણા વળતરની વાત કરવામાં આવે છે જો ખરેખર ખેતીની જમીન જંત્રીના ચાર ગણા ભાવે સરળતાથી ઉપલબ્ધ હોય તો અસરગ્રસ્ત દરેક ખેડૂતને તે જ વિસ્તારમાં અથવા સમકક્ષ ગુણવત્તાની જમીન ખરીદી આપવાની વ્યવસ્થા કરવી જોઈએ માત્ર કાગળ ઉપર આંકડા બતાવવાથી ખેડૂતનું નુકશાન ભરપાઈ થતું નથી
જમીનમાં વીજ લાઈન કે થાંભલા માટે કોઈ એકમુષ્ટ વળતર લેવા ઈચ્છતો નથી જો અમારી જમીનમાં થાંભલા ઉભા કરવામાં આવે તો જમીનના ઉપયોગ બદલ દર મહીને યોગ્ય ભાડું ચુકવવામાં આવે અને તેમાં દર વર્ષે ઓછામાં ઓછો ૧૦ ટકા વધારો કરવામાં આવે જો વીજ કંપનીનો કરાર ૨૫ વર્ષનો હોય તો ૨૫ વર્ષ પૂર્ણ થયા બાદ તમામ થાંભલા, વાયર અને સંબંધિત માળખું દુર કરીને જમીન મૂળ સ્થિતિમાં પરત સોપવામાં આવે સરકાર વારંવાર ખેડૂતોની આવક બમણી કરવાની અને ખેડૂતોના કલ્યાણની વાત કરે છે પરંતુ જો ખેતીલાયક જમીન ધીમે ધીમે રસ્તા, ઉદ્યોગો અને વીજલાઈન તેમજ અન્ય પ્રોજેક્ટમાં જતી રહેશે તો ભવિષ્યમાં ખેતી ક્યાં થશે ? ખેડૂતોની આવક વધારવાની વાત કરતા પહેલા ખેતીલાયક જમીનનું સંરક્ષણ કરવું વધુ જરૂરી છે
જેથી ખેડૂતોના હિતને ધ્યાને લઈને આવી યોજનાઓમાં જમીન માલિકોની સંમતિ, યોગ્ય ભાડું, કરાર પૂર્ણ થયા બાદ જમીન પણે મુક્ત કરવાની જોગવાઈ ફરજીયાત કરવામાં આવે ખેડૂતો દેશના વિકાસના વિરોધી નથી દેશના વિકાસ માટે રસ્તા, વીજળી, રેલ્વે અને અન્ય માળખાકીય સુવિધાઓ જરૂરી છે તે સારી રીતે સમજીએ છીએ અમારો વિરોધ વિકાસ સામે નથી પરંતુ ખેડૂતોના હિતની અવગણના સામે છે


