મોરબી સિરામિક એસો એસોને ડીઝલ જથ્થો પુરતો આપવાની માંગ સાથે દેશના વડાપ્રધાન-ગૃહમંત્રીને પત્ર

 

મોરબી સિરામિક એસો દ્વારા દેશના વડાપ્રધાન, ગૃહ મંત્રી અને પેટ્રોલીયમ મંત્રી સહિતના આગેવાનોને પત્ર લખી ડીઝલનો પુરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા માટે માંગ કરી છે

મોરબી સિરામિક મેન્યુફેકચર્સ એસો દ્વારા પત્રમાં જણાવ્યું છે કે હાલ યુદ્ધની સ્થિતિ છતાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય નિરંતર થઇ રહી છે સરકારના પ્રયત્નોને એસોસીએશન આગેવાનો આવકારે છે સિરામિક ઉદ્યોગમાં સતત ઉત્પાદન પ્રક્રિયા ચાલતી રહે છે અને વીજ ધાંધિયાને પગલે ડીઝલથી ચાલતા જનરેટરનો ઉપયોગ કરવો પડે છે પરંતુ સરકારના સર્ક્યુલર મુજબ ટેંકમાં ડીઝલ આપવામાં આવતું નથી જેથી ઉદ્યોગને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

તેમજ ૨૦૦ લીટર ડીઝલ જથ્થો આપવાની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે તે ૨૦૦ લીટર ડીઝલનો જથ્થો પણ સિરામિક ઉદ્યોગની જરૂરિયાત મુજબ અપૂરતો છે ડીઝલની અછતથી પ્રોડક્શન કામગીરી પ્રભાવિત થાય છે જેથી સિરામિક ઉદ્યોગના પ્રશ્ને ગંભીરતાથી વિચારણા કરીને ડીઝલ સપ્લાય અંગે યોગ્ય પગલા ભરવા માંગ કરી છે

 

Leave A Reply

Your email address will not be published.